મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી  કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજાત બાળકોના મોત: CM ગેહલોતના નિવેદન પર ડે.CM પાઈલટે વ્યક્ત કરી નારાજગી! જાણો શું કહ્યું?


આ સાથે જ ઝી ન્યૂઝની એ યાદી ઉપર પણ મહોર લાગી ગઈ જેમાં આ અંગેનો ઉલ્લેખ અગાઉથી કરી દેવાયો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખ્યા નથી. સામાન્ય પ્રશાસન મંત્રાલય જ સીએમએ પોતાની પાસે રાખ્યા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને રાજ્યના પર્યાવરણ મંત્રી બનાવ્યાં છે. આદિત્ય ઠાકરેએ ઝી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે મને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે. હું રાજ્ય માટે સારું કામ કરી શકું છું અને બધાની સાથે મળીને કામ કરીશ. પર્યટન દ્વારા મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને મજબુત કરી શકુ છું. અમારા ત્યાં ઈકો, મેડિકલ, ટુરિઝમ અને બીચ છે જેનાથી હું મહારાષ્ટ્રમાં વિકાસ કરી શકું છું. મને વિશ્વાસ છે. હું કાલની મીટિંગ બાદ પદ સંભાળીશ. તેમણે એમ પણ કહ્યું કે મને ઉમર ખાલિદના આજના કાર્યક્રમ અંગે જાણકારી નથી જેમાં મારું નામ અપાયું છે. 


ઉદ્ધવ સરકારમાં વિભાગોની ફાળવણી, અજીત પવારને નાણા, અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રનું ગૃહ મંત્રાલય એનસીપીના ફાળે ગયું છે. અનિલ દેશમુખને તેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રીની ખુરશી કોંગ્રેસ અને શિવસેના બંનેને મળી છે. અજિત પવાર રાજ્યના નવા નાણામંત્રી હશે. આ ઉપરાંત શિવસેનાના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટને મહેસૂલ ખાતુ સોંપાયું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....